શેરબજાર સળંગ ત્રીજા દિવસે કડડભૂસ થયા છે. સેન્સેક્સ આજે વધુ 77099.55ની લો સપાટી નોંધાવાની સાથે આ સપ્તાહમાં 2973.44 પોઈન્ટ તૂટ્યો છે. નિફ્ટીએ પણ 23500નું લેવલ તોડ્યું છે. PSU અને પાવર સેગમેન્ટના શેર્સમાં વેચવાલીનું પ્રેશર વધ્યું છે. પરિણામે રોકાણકારોએ છેલ્લા ત્રણ દિવસમાં રૂ. 11 લાખ કરોડ ગુમાવ્યા છે.