વૈશ્વિક બજારોમાં મજબુતીને પગલે મંગળવારે ભારતીય શેર બજાર પણ ઉછાળા સાથે ખૂલ્યા હતા. કારોબારમાં સવારે સેન્સેક્સ 100 પોઈન્ટ ઉછાળા સાથે 33,880 પોઈન્ટ પર ખુલ્યો હતો જેના કારણે શેરધારકોમાં આનંદ છવાઈ ગયો હતો. જો કે કારોબારના અંતે બીએસઇ સેન્સેક્સ 91 અંકના ઉછાળા સાથે 33880.25 પોઇન્ટ પર બંધ રહ્યો હતો, જ્યારે નિફ્ટીએ 10,400ની સપાટી વટાવી 21 પોઇન્ટનો ઉછાળો નોંધાયો હતો.