ભારતીય શેરબજારમાં તેજીનો મોહોલ સપ્તાહના બીજા દિવસે પણ જળવાઈ રહ્યો છે. સેન્સેક્સ અને નિફ્ટી સળંગ બીજા દિવસે ઐતિહાસિક ટોચે પહોંચ્યા છે. રોકાણકારોની મૂડીમાં રૂ. 1.40 લાખ કરોડ વધી છે. સેન્સેક્સ 78500 તરફ આગળ વધ્યો છે, નિફ્ટીએ 23800નું લેવલ વટાવ્યું છે.
સેન્સેક્સ આજે 430.03 પોઈન્ટ ઉછળી 78483.55ની ઐતિહાસિક ટોચ નોંધાવ્યા બાદ 11.45 વાગ્યે 361.42 પોઈન્ટ 78414.94ના લેવલે કારોબાર થઈ રહ્યો છે. નિફ્ટી 23825.75ની રેકોર્ડ ટોચ નોંધાવ્યા બાદ 85.45 પોઈન્ટ ઉછળી 23806.75 પર ટ્રેડ થઈ રહ્યો છે. બીએસઈ માર્કેટ કેપ 437.29 લાખ કરોડ સાથે ઓલટાઈમ હાઈ થઈ છે