ભારતીય શેરબજાર અવિરત તેજી સાથે સતત ચોથા દિવસે ઓલ ટાઈમ હાઈ થયા છે. સેન્સેક્સ પ્રથમ વખત 85000નું લેવલ ક્રોસ કરવામાં સફળ રહ્યો છે, જ્યારે નિફ્ટી 26000ના લેવલથી થોડે જ દૂર છે. એનર્જી-ઓઈલ શેર્સમાં તેજી સાથે બીએસઈ ખાતે આજે વધુ 258 શેર્સ નવી વાર્ષિક ટોચે પહોંચ્યા છે.