અમદાવાદ સહિત ગુજરાતના મોટાભાગના વિસ્તારમાં લાંબા સમય પછી છેલ્લા બે દિવસથી વરસાદ થઈ રહ્યો છે. સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં સળંગ એક અઠવાડિયા જેટલો સમય ભારે વરસાદ થયા પછી રાજ્યમાં વરસાદ બંધ થઈ ગયો છે. ગુરુવારે અને શુક્રવારે સાંજે અને શનિવારે સવારે અમદાવાદમાં વરસાદી ઝાપડું પડ્યું છે. આ સિવાય શહેરમાં ખાસ વરસાદ નોંધાયો નથી.