ગુજરાતમાં ગરીબી નાબુદ થઈ હોવાનો ભ્રમ છે. હજુ રાજ્યમાં કુલ વસ્તીમાંથી 20 ટકા વસ્તી ગરીબ છે. આ કોઈ આક્ષેપ નથી, સરકારે વિધાનસભામાં રજૂ કરેલા આંકડા છે. ગુજરાતમાં હજુ 31 લાખથી વધુ ગરીબ પરિવારો છે.બનાસકાંઠા અને દાહોદ જિલ્લામાં સવા બે લાખથી વધુ ગરીબ કુટુંબ છે. ઔદ્યોગિક રીતે વિકસિત એવા અમદાવાદ જિલ્લામાં 1,39,263 ગરીબ કુટુંબો છે.