અમદાવાદ શહેરના પોશ વિસ્તાર એવા સેટેલાઇટ દીકરીએ પિતા સામે દુષ્કર્મની ફરિયાદ કરતા ચકચાર મચી ગઈ છે. આ યુવતીએ પોલીસને સમક્ષ ફરિયાદ નોંધાવી હતી કે, ગત વર્ષે દિવાળીના દિવસોમાં તેના સાવકા પિતાએ તેની સાથે બળજબરી કરીને શારીરિક સબંધ બાંધ્યો હતો. તેણે આ વાત કોઇને ન કહેવા માટે ધમકી આપી હતી. આ ફરિયાદના આધારે પોલીસે આરોપીની ધરપકડ કરી છે.