ભારતમાં હ્રદયરોગમાં ઉપયોગમાં લેવાતા સ્ટેન્ટના ભાવમાં 85 ટકાનો ઘટાડો થયો. નેશનલ ફાર્માસ્યૂટિકલ પ્રાઇસિંગ ઓથોરિટીએ(એનપીએ) આ ભાવઘટાડાની જાહેરાત કરી. એનપીએ દ્વારા ડ્રગ એલ્યુટિંગ સ્ટેન્ટ્સ અને બાયોરિર્સોસેબલ વેસ્ક્યુલર સ્કેફોલ્ડ્સના ભાવ ઘટાડી 29,600 કરાયા. જ્યારે બેર મેટલ સ્ટેન્ટ્સ(બીએમએસ)નો ભાવ ઘટાડીને 7,500 કરાયો. જેના અગાઉ 10 થી 15 હજાર ભાવ હતો.