કોરોનરી સ્ટેન્ટની કિંમતમાં ફરી ઘટાડો કરાયો છે, આ સાથે દવા છોડતાં સ્ટેન્ટ ડીઈએસની કિંમત પણ ઘટી છે. વિદેશી કંપનીઓના દબાણ વચ્ચે પણ ભારત સરકારે ફરી આ નિર્ણયમાં સુધારો કર્યો છે. કેન્દ્ર સરકારે ડ્રગ એલ્યૂટિંગ સ્ટેન્ટની કિંમત 27, 890 નક્કી કરી છે. નેશનલ ફાર્માસ્યુટીકલ પ્રાઇઝિંગ ઓથોરિટીએ વધુ ઘટાડાની અસર સાથે આ કિંમત નક્કી કરી છે. જેનો સીધો લાભ દર્દીઓને થશે.