રાઈટ ટુ એજ્યુકેશન એક્ટ અંતર્ગત પ્રાથમિક શાળામાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને ધો.૮ સુધી નાપાસ નહીં કરવાની જોગવાઈ હોવાથી અત્યાર સુધી વિદ્યાર્થીઓને નાપાસ કરવામાં આવતા નહોતા. પરંતુ આ નિયમથી વિદ્યાર્થીઓની ગુણવત્તા પર માઠી અસર પડતી હોવાનું સામે આવ્યું હતું. જે સંદર્ભે કેન્દ્ર સરકારે નિયમમાં ફેરફાર કરીને ધો.૫ અને ૮માં નાપાસ કરવા કે નહીં તેની સત્તા રાજ્ય સરકારોને સોંપી હતી. જેથી ગુજરાતમાં ધો.૫ અને ૮માં નાપાસ કરવાનો નિયમ ચાલુ વર્ષથી લાગુ કરવામાં આવશે તેવું શિક્ષણ વિભાગના સચિવ વિનોદ રાવે જણાવ્યું હતું.