ગુજરાત રાજ્યનું આજે ૧૨ વિજ્ઞાન પ્રવાહ પરીક્ષાનું પરિણામ જાહેર થયું છે. જેમાં ધોરણ ૧૨ વિજ્ઞાન પ્રવાહની એક્ઝામમાં ૧,૨૩,૮૮0 પરીક્ષાર્થીઓમાંથી 89,060 વિદ્યાર્થીઓ પરીક્ષામાં પાસ થયા છે.
છેલ્લા કેટલાક વર્ષોથી ગુજરાત શિક્ષણનો ગ્રોથ અવરોધાઇ રહ્યો છે તે આજના પરિણામ પરથી જાહેર થયું છે. રાજ્યમાં 9 જિલ્લાઓમાં એક પણ બાળકને A1 ગ્રેડ મળ્યો નથી. આદિવાસી વિસ્તારમાં એક પણ વિદ્યાર્થીને A1 ગ્રેડ મળ્યો નથી. ડાંગ વિસ્તારમાં એક પણ વિદ્યાર્થીને A1 અને A2 ગ્રેડ નથી મળ્યા. રાજ્યના પાટણ, બોટાદ, અરવલ્લી, નર્મદા, દાહોદ, છોટાઉદેપુર, મહિસાગર અને દેવભૂમિ દ્વારકામાં પણ કોઈ વિદ્યાર્થી A1 ગ્રેડ સાથે પાસ નથી થયો, તો દિવમાં પણ એકપણ વિદ્યાર્થીને A1 કે A2 ગ્રેડ મળ્યો નથી. આ પરથી એવું લાગુ રહ્યું છે કે, ગુજરાતના અંતરિયાળ અને આદિવાસી વિસ્તારોમાં અભ્યાસ કરતા બાળકોને સારી અભ્યાસ પદ્ધતિની જરૂર છે.