ધો.9 અને 12માં 19મીથી સમગ્ર રાજ્યની ગુજરાત બોર્ડની સ્કૂલોમાં પ્રથમ સત્ર પરીક્ષા લેવામા આવનાર છે. છેલ્લા કેટલાક દિવસોથી ગુજરાતમાં કોરોનાના કેસો ચિંતાજનક રીતે વધી રહ્યા છે ત્યારે પરીક્ષા લેવાશે કે કેમ તેની મુંઝવણ વચ્ચે બોર્ડે પરિપત્ર કરી સ્પષ્ટ કર્યુછે કે પરીક્ષા રાબેતામુજબ જ લેવાશે અને આ પરીક્ષા આપવી વિદ્યાર્થીઓના હિતમાં છે. કોરોનાને લઈને જો કોઈ વિદ્યાર્થી પરીક્ષા ન આપી શકે અને વિદ્યાર્થીઓ કન્ટેન્ટમેન્ટ ઝોનમાં રહેતા હોય તો તેઓ માટે સ્કૂલ દ્વારા ફરીથી પરીક્ષા ગોઠવવામા આવશે. કોરોનાના વધતા સંક્રમણ વચ્ચે હાલ ધો.૩થી૮માં રાજ્યની તમામ પ્રાથમિક સ્કૂલોમાં કોમન પ્રથમ સત્ર પરીક્ષા ચાલી રહી છે.આજે તો ગુજરાતમાં આ વર્ષના હાઈએસ્ટ ૧૧૦૦થી વધુ કેસ નોંધાયા છે ત્યારે સરકારે કેસો વધતા અટકાવવા અને સ્થિતિ કાબુમાં લેવા કર્ફ્યુ સહિતના કેટલાક અંકુશો લાદી દીધા છે.બીજી બાજુ સ્કૂલો -કોલેજો બંધ કરવા અને ફરી ઓનલાઈન શિક્ષણ શરૃ કરવા અને પરીક્ષાઓ પણ ઓનલાઈન જલેવા માંગ ઉઠી છે .