આગામી 7 માર્ચથી ધોરણ-10 અને ધોરણ - 12ની બોર્ડની પરીક્ષા શરુ થવા જઇ રહી છે. ત્યારે દાહોદના એક વિદ્યાર્થીએ પરીક્ષાના ટેન્શનમાં આત્મહત્યા કરી હોવાનું સામે આવ્યું છે. ધો.12ના બોર્ડની પરીક્ષાના ટેન્શનમાં રહેતા દાહોદ તાલુકાના વાંદરિયા ગામના વિદ્યાર્થીએ ગળે ફાંસો ખાઇને મોતને વ્હાલું કર્યું હતું. મળતી માહિતી મુજબ, ધોરણ 12ની બોર્ડની પરીક્ષાના કારણે આ વિધાર્થી ટેન્શનમાં જ રહેતો હતો.
દાહોદ તાલુકાના વાંદરિયા ગામે રહેતા 41 વર્ષીય રાજેશભાઇ હુરસીંગભાઇ બિલવાળનો પુત્ર અંકીત આગામી ધોરણ 12ની બોર્ડની પરીક્ષા આવતી હોવાથી ટેન્શનમાં જ રહેતો હતો. અને છેલ્લા કેટલાય સમયથી ગુમસુમ રહેતો હતો. તેને અગમ્ય કારણોસર તા. 1ના રોજ ગળે ફાંસો ખાઇ મોતને વ્હાલું કર્યું હતું. આ સંદર્ભે પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધી વધુ તપાસ હાથધરી છે.