ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ 12 સામાન્ય પ્રવાહના વિદ્યાર્થીઓનું પરિણામ 55.55 ટકા જાહેર કરાયું. સામાન્ય પ્રવાહનું પરિણામ 2017 કરતાં ઓછું આવ્યું છે, 2017માં 56.28 ટકા પરિણામ હતું. 2017માં 5.05 લાખ વિદ્યાર્થીઓએ ધોરણ 12 સામાન્ય પ્રવાહની પરીક્ષા આપી હતી.