ઉત્તરપ્રદેશમાં બે સ્થળોએ ડૉ.બાબાસાહેબ આંબેડકરની પ્રતિમા તોડી પાડવાની ઘટનાથી સમગ્ર રાજ્યમાં તંગદિલી વ્યાપી છે. શનિવારે અલ્હાબાદમાં તથા ઝૂંસીના શાંતિપૂરમ વિસ્તારમાં ડૉ.બાબાસાહેબ આંબેડકરની પ્રતિમા તોડી પાડવામાં આવી હતી. ઘટના પછી સમગ્ર વિસ્તારમાં પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવાયો હતો. દલિત સમાજમાં પણ ઘટનાથી નારાજગી વ્યાપી છે. ઘટનાની તપાસના આદેશ અપાયા છે.