સુપ્રીમ કોર્ટ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોને ૩૧મી જુલાઈ સુધીમાં 'એક રાષ્ટ્ર એક રાશન કાર્ડ' યોજના લાગુ કરવા આદેશ આપ્યો છે. આ યોજના હેઠળ ૮૦ કરોડથી વધુ લોકોને દેશના કોઈપણ ભાગમાં રાશન કાર્ડ મારફત ખાદ્યાન્ન લેવાની સુવિધા મળશે. સુપ્રીમે અસંગઠિત ક્ષેત્રના કામદારોની નોંધણી મુદ્દે સરકારના ઉદાસીન અને બેદરકારીપૂર્ણ વર્તનને 'અક્ષમ્ય' ગણાવી કેન્દ્રની ઝાટકણી કાઢી હતી અને ૩૧મી જુલાઈ સુધીમાં આ કામ શરૂ કરવા આદેશ આપ્યો છે, જેથી આ વર્ષના અંત સુધીમાં બધા જ પ્રવાસી કામદારોની નોંધણી થઈ શકે અને કોરોના મહામારીના મુશ્કેલ સમયમાં ગરીબો સરકારી યોજનાઓનો લાભ મેળવી શકે.