ધર્મ કે જાતિના નામે લોકોને ભડકાવતા નિવેદનો કે ભાષણો આપનારા સામે તાત્કાલીક ફરિયાદ દાખલ કરીને કાર્યવાહી કરવાનો આદેશ સુપ્રીમ કોર્ટે દરેક રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોને આપ્યો છે. સાથે જ રાજ્યોને ચેતવણી આપી છે કે જો આવા ભડકાઉ કે નફરત કે ઉશ્કેરણીજનક નિવેદનો કે ભાષણો આપનારાઓની સામે કાર્યવાહી કરવામાં મોડુ કરવામાં આવ્યું તો કોર્ટના આદેશના અવમાનની કાર્યવાહી કરવામાં આવશે. જો કોઇ ફરિયાદ લઇને ન આવે તો પણ રાજ્ય સરકારોએ સામે ચાલીને આવી ફરિયાદો દાખલ કરવાની રહેશે.