આજે 21મી જૂને વિશ્વભરમાં આંતરરાષ્ટ્રીય યોગા દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે. ગુજરાતમાં સુરતમાં રાજ્ય કક્ષાના યોગ દિવસની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, ગૃહમંત્રી રાજ્યમંત્રી હર્ષ સંઘવી પણ હાજર રહ્યા હતા. સુરતમાં વાય જંક્શન ખાતે આ યોગ દિવસનું આયોજન કરવામાં આવ્યું હતું. આ દરમિયાન એક વિશ્વ વિક્રમ પણ સર્જાયો હતો.
નોંધનીય છે કે, સુરતમાં આજે યોજાયેલા રાજ્યકક્ષાના કાર્યક્રમમાં 1.25 લાખથી વધુ લોકો ભાગ લે તેવી અપેક્ષા હતી. જેની સામે 1.45 લાખ જેટલા લોકો જોડાયા હતા. આ તમામ લોકો સુરત શહેરના 12 કિલોમીટર લાંબા રોડ અને બીઆરટીએસ બસ રૂટ પર બેસીને યોગ કર્યો હતો અને એક વિશ્વ વિક્રમ સર્જાયો હતો.