રવિવારે રાજકોટમાં ગાંધી મ્યુઝિયમના લોકાર્પણ કાર્યક્રમમાં મેદની ભેગી કરવા ૧૨૦૦ રૂટ કેન્સલ કરીને ૩૦૦ જેટલી એસ.ટી.બસ પીએમ મોદીના કાર્યક્રમ માટે ફાળવવામાં આવી છે. રાજકોટ, જામનગર, જૂનાગઢ, અમરેલી, સહિતના જૂદા જૂદા એસ.ટી. ડિવિઝનની બસો રાજકોટના કાર્યક્રમ માટે ફાળવવામાં આવતા અનેક મુસાફરો રઝળી પડશે. જૂનાગઢ, અમરેલી અને જામનગર એસટી ડિવિઝનની ૫૦-૫૦ એસટી બસો માત્ર રાજકોટના કાર્યક્રમ માટે દોડાવવામાં આવશે.