કોઇ પણ કેસની તપાસ CBIને સોંપવા માટે રાજ્ય સરકારની પરવાનગી જરૂરી છે એવો મહત્ત્વનો ચુકાદો સુપ્રીમ કોર્ટે આપ્યો હતો. આજે ગુરૂવારે સવારે સુપ્રીમ કોર્ટે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું હતું કે આ બંધારણીય જોગવાઇ ફેડરલ કેરેક્ટરને અનુરૂપ છે. કોઇ પણ કેસની તપાસ રાજ્ય સરકારની સંમતિ વિના CBI કરી શકે નહીં.
તાજેતરમાં આ મુદ્દે ઘણો વિવાદ થયો હતો. ખાસ કરીને બોલિવૂડના હોનહાર અભિનેતા સુશાંત સિંહ રાજપૂતના અકાળ અવસાનના કેસમાં મુંબઇ પોલીસ તપાસ કરી રહી હતી ત્યારે મહારાષ્ટ્ર રાજ્ય સરકારે મુંબઇ પોલીસની તપાસ સાચી દિશામાં હોવાનું જણાવીને CBIને આ કેસની તપાસ સોંપાય એનો વિરોધ કર્યો હતો.
CBIની તપાસમાં પણ મુંબઇ પોલીસની તપાસ જેવું તારણ આવ્યું ત્યારે રાજ્ય સરકારે જાહેર કર્યું હતું કે CBIને મહારાષ્ટ્રમાં કોઇ કેસની તપાસ કરવા દેવાની પરવાનગી રાજ્ય સરકાર પાછી ખેંચી લે છે. જો કે જે કેસની તપાસ અગાઉથી CBI કરી રહી હોય એને આ હુકમ લાગુ પડતો નહોતો.