ગુજરાતમાં પહેલો વરસાદ સારો થતાં ડેમમાં જળસપાટી વધી છે. તમામ ડેમની કુલ જળસંગ્રહ શક્તિ 15,770 મિલિયન ક્યુબિક મીટર છે, તેમાંથી આ વર્ષે 31 ટકા જળસંગ્રહ થયો છે. ગયા વર્ષે આ પ્રમાણ 18 ટકા હતું. રાજ્યમાં કચ્છ, સૌરાષ્ટ્ર, મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતના ડેમમાં ગયા વર્ષ કરતા વધુ જળસંગ્રહ થયો છે. જ્યારે ઉત્તર ગુજરાતમાં ગયા વર્ષની સરખામણીએ ડેમમાં ઓછું પાણી છે.