દેશમાં આવતીકાલે પ્રજાસતાક દિવસની ઉજવણી કરવામાં આવશે. ગુજરાતમાં આ વર્ષે 26મી જાન્યુઆરીએ રાજ્યક્ષાની પ્રજાસતાક દિનની ઉજવણી બોટાદ જિલ્લામાં થશે તે માટે તડામાર તૈયારી કરવામાં આવી રહી છે. બોટાદ ખાતે રાજય કક્ષાના પ્રજાસતાક દિને રાજયના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ તેમજ રાજયપાલ આચાર્ય દેવવ્રતજી ધ્વજ વંદન કરાવશે.