ભારતમાં આ વર્ષે જ્યારે G20નું આયોજન થઇ રહ્યું છે ત્યારે રાજધાની દિલ્હીના પ્રગતિ મેદાનમાં વિશ્વકક્ષાના કૉમ્પ્લેક્સનું
વડાપ્રધાનના હસ્તે 26 જુલાઈએ અનાવરણ કરાશે. જેમાં સપ્ટેમ્બર માસમાં રાષ્ટ્રાધ્યક્ષોની બેઠક યોજાવાની છે.
G20 સમિટને ધ્યાનમાં રાખીને દિલ્હીમાં પ્રગતિ મેદાનમાં 123 એકરમાં ફેલાયેલું ઇંટરનેશનલ ટ્રેડ પ્રમોશન ઑર્ગેનાઇઝેશન (ITPO) કૉમ્પલેક્સ બનાવવામાં આવ્યું છે. જેનું ઉદ્દઘાટન 26મી જુલાઇએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી કરશે. આ કૉમ્પ્લેક્સ ભારતમાં વૈશ્વિક સ્તરના સંમેલનો, સાંસ્કૃતિક કાર્યક્રમોના આયોજન માટે તૈયાર કરવામાં આવ્યું છે. જેમાં આગામી સપ્ટેમ્બર માસમાં G20 સમ્મેલન અંતર્ગત રાષ્ટ્રાધ્યક્ષોની બેઠક યોજાશે.