ગુજરાતમાં પ્રજાસત્તાકપર્વની રાજ્યકક્ષાની ઉજવણી મહેસાણા ખાતે થવાની છે. મહેસાણામાં પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે રાજ્યપાલ અને મુખ્યમંત્રીની ઉપસ્થિતિમાં ધ્વજવંદન કાર્યક્રમ યોજાશે. રાજ્યકક્ષાની ઉજવણી હોવાથી તડામાર તૈયારી થઈ રહી છે. સમગ્ર શહેરને રંગીન લાઇટોથી શણગારવામાં આવી રહ્યું છે. નાગરિકોમાં પણ ઉત્સાહ જોવા મળી રહ્યો છે. સુરક્ષા વ્યવસ્થા વધારી દેવામાં આવી છે.