ગુજરાત રાજ્ય પંચાયત પસંદગી મંડળ દ્વારા રાજ્યભરમાં આગામી 7મી મેનાં રવિવારના રોજ તલાટી-કમ મંત્રીની પરીક્ષા યોજનાર છે. રાજ્યભરમાંથી અંદાજે 8 લાખ કરતા વધુ ઉમેદવારો પરીક્ષા આપે તેવી શકયતા છે. રાજ્યના યુવા ઉમેદવારોને પરીક્ષા સેન્ટર સુધી અવર જવર દરમિયાન પરિવહન વ્યવસ્થામાં સહેજ પણ મુશ્કેલી ન પડે તે માટે વાહનવ્યવહાર મંત્રી હર્ષ સંઘવીએ વાહન વ્યવહાર વિભાગના ઉચ્ચ અધિકારીઓ સાથે બેઠક યોજી હતી.