ગુજરાત વિધાનસભામાં હાલ ચોમાસુ સત્ર ચાલી રહ્યું છે. જેમાં શિક્ષણલક્ષી ચર્ચા દરમિયાન રાજ્યના શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ મહત્વપૂર્ણ નિર્ણયની જાહેરાત કરી હતી.
પીએચડી કરતા વિદ્યાર્થીઓ અને શિક્ષણ નીતિ અંગે રાજ્ય સરકાર દ્વારા મહત્વની જાહેરાત કરવામાં આવી છે. વિધાનસભામાં પૂર્ણ ટાઇમ પીએચડી કરતા વિદ્યાર્થીઓને સ્ટાઈપેન્ડ આપવાનું જણાવવામાં આવ્યું છે.
શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ શિક્ષણ નીતિ અને સ્ટાઈપેન્ડ અંગે માહિતી આપતા કહ્યું હતું કે ખાનગી શાળામાંથી સરકારી શાળામાં સંખ્યાબંધ વિદ્યાર્થીઓ પ્રવેશ મેળવી રહ્યા છે.
વધુમાં શિક્ષણમંત્રીએ જણાવ્યું હતું કે વર્ષ 2019ના રજૂ થયેલ બજેટમાં સ્ટાઇપેન્ડની ચુકવણી માટે 30 હજાર કરોડની ફાળવણી કરવામાં આવી છે. જે અંતર્ગત પીએચડી કરતા વિદ્યાર્થીઓને માસિક રૂપિયા 15 હજારનું સ્ટાઇપેન્ડ સાથે અન્ય ખર્ચ પેટે વાર્ષિક રૂપિયા 20 હજારની સહાય ચૂકવવામાં આવશે. જે સહાય વાર્ષિક એક હજાર વિદ્યાર્થીઓની મર્યાદામાં ચૂકવવામાં આવશે.
વધુમાં તેમણે જણાવ્યું હતું કે બજેટમાં 5 હજાર રૂમ બનાવવાની જોગવાઇ પણ કરવામાં આવી છે. વર્તમાન સમયમાં 4,529 રૂમનું કામ ચાલી રહ્યું છે.