રાજ્યમાં કોરોના સંક્રમણ દિવસેને દિવસે વધી રહ્યું છે. સંક્રમણ વધી રહ્યું છે ત્યારે આગામી દિવસોમાં 28મી અને 29મી માર્ચ હોળી અને ધૂળેટીનો તહેવાર આવી રહ્યો છે. આ બંને તહેવારનોની ઉજવણી સંદર્ભે રાજ્યના ગૃહ વિભાગ તરફથી માર્ગદર્શિકા જાહેર કરવામાં આવી છે. સામાન્ય સંજોગોમાં હોળી-ધૂળેટીના તહેવારોની ઉજવણી માટે લોકો સોસાયટી, શેરી, નાકા, જાહેર સ્થળો, ખુલ્લા મેદાનો તથા રસ્તાઓ પર મોટી સંખ્યામાં એકત્રિત થતા હોય છે. જોકે, હાલ કોરોનાની બીજી લહેર ચાલી રહી હોવાથી જો મોટી સંખ્યામાં લોકો એકત્રિત થાય તો કોરોના સંક્રમણ વધવાની શકયતા રહેલી છે. આથી જ સરકારે હોળી ધૂળેટીની ઉજવણી માટે ચોક્કસ નીતિ જાહેર કરી છે.