રાજ્ય સરકાર દ્વારા રાજ્યના કર્મચારીઓ માટે મહત્વની જાહેરાત કરવામાં આવી છે. નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે જાહેરાત કરી છે કે રાજ્યના સરકારી કર્મચારીઓને ૩મહિનાનું મોંઘવારી ભથ્થુ ચૂકવવામાં આવશે. જયારે વર્ગ ૪ના ૩૦ હજાર કર્મચારીઓને રૂ. ૩૫૦૦ લેખે મોંઘવારી ભથ્થું ચૂકવાશે.
નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે પત્રકારોને માહિતી આપી હતી કે કોરોનાના કારણે સરકારની આવક ઘટી ગઈ હોવાથી કર્મચારીઓને છેલ્લા ૬ મહિનાનું મોંઘવારી ભથ્થું ચૂકવી શકાયું નહોતું. હવે દિવાળી પહેલા વર્ગ ૪ના કર્મચારીઓને રૂ.૩૫૦૦ લેખે મોંઘવારી ભથ્થુ આપી દેવામાં આવશે. જે હેઠળ નિવૃત્ત કર્મચારીઓને પણ તેનો લાભ મળશે. ત્યારે આ નિર્ણય થી કર્મચારીઓને મોંઘવારી ભથ્થા ચૂકવાતા સરકારની તિજોરી પર રૂ ૪૬૪કરોડનો બોજ પડશે.