Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

અમદાવાદમાં આવેલી ગુજરાત યુનિવર્સિટીના હોસ્ટેલ (Gujarat University Hostel) માં અજાણ્યા હુમલાખોરોએ ગઇ કાલે રાત્રીના સમયે વિદેશી વિદ્યાર્થીઓ (Foreigner Students) પર હુમલો કર્યો હતો. હુમલાખોરોએ હોસ્ટેલ (Hostel) ના એક રૂમમાં પણ તોડફોડ કરી હતી અને સૂત્રોચ્ચાર કર્યા હતા અને પથ્થરમારો (Stone Pelting) કર્યો હતો. વિદ્યાર્થીઓ યુનિવર્સિટી હોસ્ટેલમાં રહેતા હતા અને શનિવારે રાત્રે હુમલો (Attack) હોસ્ટેલના કેમ્પસમાં થયો હતો. જે બાદ રાજ્યની સરકાર એક્શન મોડમાં આવી ગઇ છે.
ગુજરાત યુનિવર્સિટીન હોસ્ટેલમાં રહેતા આ વિદ્યાર્થીઓ ઉઝબેકિસ્તાન, અફઘાનિસ્તાન, દક્ષિણ આફ્રિકા અને શ્રીલંકાના હોવાનું કહેવાય છે. મળતી માહિતી મુજબ, આ વિદ્યાર્થીઓ અમદાવાદમાં હોસ્ટેલ પરિસરમાં નમાઝ અદા કરી રહ્યા હતા. આનાથી નારાજ કેટલાક વિદ્યાર્થીઓએ તેનો વિરોધ કર્યો હતો, જે બાદ મામલો મારામારી સુધી પહોંચ્યો હતો. ઘટનાની જાણ થયા બાદ સરકાર પણ એક્શન મોડમાં આવી છે. આજે સવારે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ અમદાવાદ સર્કિટ હાઉસ ખાતે DGP વિકાસ સહાય, અમદાવાદ પોલીસ કમિશનર જી.એસ. મલિક, ક્રાઈમ બ્રાન્ચ JCP નીરજ બડગુજર સાથે એક બેઠક બોલાવી હતી. આ બેઠક પૂર્ણ થયા બાદ અમદાવાદ પોલીસે એક ટ્વીટ કર્યું છે.

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ