રાજ્યમાં દિવસેને દિવસે વધી રહેલી દુષ્કર્મની ઘટનાઓને લઈ રાજ્ય સરકાર હરકતમાં આવી છે. રાજકોટ, વડોદરા અને સુરતમાં બનેલી દુષ્કર્મની ઘટનાઓ બાદ ગૃહ મંત્રાલય સફાળુ જાગ્યું છે. આ મામલે આજે ગૃહ રાજ્યમંત્રીએ મીડિયાને જણાવ્યું કે, સરકાર ફાસ્ટ ટ્રેક કોર્ટમાં કેસ ચલાવવા કટિબદ્ધ છે. રાજ્ય સરકાર બળાત્કારીને ફાંસીની સજાની માગ કરશે. તેમજ પીડિતાઓને ન્યાય અપાવવા માટે સરકાર સ્પેશિયલ પબ્લિક પ્રોસિક્યુટરની નિમણૂંક કરશે.
વધુમાં ગૃહરાજ્ય મંત્રીએ કહ્યું કે, પીડિતાઓને આર્થિક સહાય કરવામાં આવશે અને અવાવરુ સ્થળે પેટ્રોલિંગ વધારવામાં આવશે. રાજકોટ તથા સુરતના આરોપીઓને ઝડપી લેવામાં આવ્યા છે. આ સાથે જ વડોદરાના આરોપીઓને વહેલી તકે ઝડપી લેવા માટે યુદ્ધના ધોરણે કામગીરી હાથ ધરવામાં આવી છે.