રાજ્યમાં કોરોનાના (corona virus) કેસમાં ધરખમ ઘટાડો નોંધાયો છે. કોરોનાની બીજી લહેરમાં 28મી એપ્રિલથી કેસમાં સતત ઘટાડો નોંધાઈ રહ્યો છે જે હવે ફક્ત 1200 કેસની એવરેજ પર હતો અને આ એવરેજમાં પણ ઘટાડો થવાની શક્યતાઓ પૂરેપૂરી છે. દરમિયાનમાં સરકાર રાજ્યમાં જનજીવન થાળે કરવાની કવાયતમાં છે. સરકારે આજે બે મોટા નિર્ણય લીધા છે જેમાં તમામ સરકારી અને ખાનગી કચેરીઓમાં 100 ટકા સ્ટાફ બોલાવવાની છૂટ આપવામાં આવી છે અને માહિતી ખાતાની પરીક્ષાઓની તારીખ જાહેર કરવામાં આવી છે.
માહિતી નિયામક કચેરી હસ્તકની નાયબ માહિતી નિયામક, વર્ગ-1, સહાયક માહિતી નિયામક(સંપાદન) વર્ગ-2ની અને સિનિયર સબ એડિટર(વર્ગ-3 તથા માહિતી મદદનીશ, વર્ગ-૩ની અને નાયબ માહિતી નિયામક, વર્ગ-1 અને સહાયક માહિતી નિયામક (સંપાદન), વર્ગ-2 ની પ્રિલિમિનરી પરીક્ષા તા.27, જૂન, 2021ના રોજ સવારે 10.00 કલાકે યોજાશે.