રાજ્યના પેટ્રોલિયમ મંત્રી સૌરભ પટેલે મોરબીથી મોટી જાહેરાત કરી છે. મોરબી સીએમ કાર્યક્રમ ખાતે આ જાહેરાત કરવામાં આવી. ઓક્ટોબર, નવેમ્બર અને ડિસેમ્બર માસના ત્રણ મહિનામાં ફ્યુઅલ સર ચાર્જમાં 19 પૈસાનો ઘટાડો કરવામાં આવ્યો છે. બે રૂપિયા પ્રતિ યુનિટ ફ્યુઅલ ચાર્જ હતો તેને એક રૂપિયા 81 પૈસા કરવામાં આવ્યો છે. એક કરોડ ચાલીસ લાખ જેટલા વીજધારકોને ત્રણ મહિનામાં 356 કરોડનો ફાયદો થવા જઈ રહ્યો છે. આ સિવાય કોલસા ગેસના ભાવ ઘટતા ભાવ ઘટાડવામાં આવ્યા. મોરબીના ઉદ્યોગકારો સહિત 1 કરોડ 40 લાખ વીજ ગ્રાહકોને થશે ફાયદો. ગૃહ વપરાશથી લઈને ઉદ્યોગ સહિતના ગ્રાહકોને ફાયદો.
આ પ્રસંગે ઊર્જામંત્રી સૌરભ પટેલે જણાવ્યું છે કે, રાજ્યમાં વીજ વપરાશ કરતા વીજ ગ્રાહકોને સસ્તા દરે વીજળી મળી રહે અને વીજ ઉત્પાદન ખર્ચનું ભારણ ગ્રાહકો પર ન પડે તે માટે મુખ્યમંત્રી વિજય રૂપાણી ના નેતૃત્વ વાળી રાજ્ય સરકારે અનેકવિધ નિર્ણયો ગ્રાહકોના હિતમાં કર્યા છે, જેના ભાગરૂપે રાજ્ય સરકાર હસ્તકની વીજકંપનીઓ દ્વારા ગ્રાહકો પાસેથી વસૂલાતા ફ્યુઅલ સરચાર્જમાં પ્રતિ યુનિટ ૧૯ પૈસાનો ઘટાડો કરવાનો રાજ્ય સરકારે નિર્ણય કર્યો છે. જેના પરિણામે રાજ્યના અંદાજે ૧.૪૦ કરોડથી વધુ ગ્રાહકોને ત્રણ મહિનાના રૂપિયા ૩૫૬ કરોડની રાહતોના લાભ મળશે