રાજ્યની ભુપેન્દ્ર પટેલ સરકારની ડુંગળી અને બટાકા પકવતા ખેડૂતો માટે મહત્વની જાહેરાત કરવામાં આવી છે. ડુંગળી અને બટાકાનો યોગ્ય ભાવ મળી રહે તે માટે રાજ્ય સરકાર દ્વારા 330 કરોડના પેકેજ ની જાહેરાત કરવામાં આવી. સૌરાષ્ટ્રમાં લાલ ડુંગળી પકવતા ખેડૂતો માટે 70 કરોડના પેકેજની જાહેરાત કરવામાં આવી. જેમાં એક કિલો ડુંગળી એ 2 રૂપિયાની સહાય આપવામાં આવશે. ડુંગળી પકવતા ખેડૂતોને વેચાણ માટે 100 કિલોના એક કટા દીઠ 100 રૂપિયાની સહાય આપવામાં આવશે.