કુદરતી આપદાઓ સામે પુનર્વસન અને પુનનિર્માણની સજજતા કેળવવા ગુજરાતમાં યુવા શક્તિ સેના ઉભી કરવાની પ્રતિબદ્ધતા રાજયના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ગાંધીનગરમાં વ્યક્ત કરી હતી. ગુજરાત સ્ટેટ ડિઝાસ્ટર મેનેજમેન્ટ એસોસિએશન દ્વારા રાજ્યભરના જિલ્લાઓમાંથી પસંદ કરવામાં આવેલા બે હજાર જેટલા યુવક યુવતીઓ માટેના આપદા મિત્ર તાલીમ કાર્યક્રમનો પ્રારંભ કરાવતા મુખ્યમંત્રીએ ઉક્ત નેમ વ્યક્ત કરી હતી.