ગુજરાતી ભાષાના લોકપ્રિય કવિ અને સાહિત્યકાર અનિલ જોશીનું આજે સવારે નિધન થયું હતું. છેલ્લા ઘણા સમયથી અનિલભાઈ માંદગીને કારણે હોસ્પિટલમાં સારવાર હેઠળ હતા.
રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે 26મી ફેબ્રુઆરી બુધવારે જાણીતા ગુજરાતી કવિ અનિલ જોશીના નિધન પર શોક વ્યક્ત કર્યો
રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પણ સુપ્રસિદ્ધ ગુજરાતી કવિ, ગીતકાર અને નિબંધકાર અનિલ જોશીના નિધન પર ઊંડા દુ:ખની લાગણી વ્યક્ત કરી છે. તેને X પર પોસ્ટ કરીને દુઃખ વ્યક્ત કર્યું છે.