આજથી નવું નાણાકીય વર્ષ શરૂ થઈ ગયું છે. નવા નાણાકીય વર્ષમાં પ્રવેશની સાથે જ આજથી આવકવેરા સહિત અનેક ફેરફારો અમલમાં આવી ગયા છે. આ સિવાય 2023-24ના સામાન્ય બજેટમાં પણ ઘણી નવી જાહેરાતો કરવામાં આવી છે જે આજથી લાગુ થવા જઈ રહી છે. આ ઉપરાંત નાણાકીય વર્ષ 2023-24 ના પ્રથમ ક્વાર્ટર માટે 1લી એપ્રિલ 2023થી શરૂ થતી અને 30મી જૂન 2023ના રોજ સમાપ્ત થતી વિવિધ નાની બચત યોજનાઓ પરના વ્યાજના દરોમાં સુધારો કરવામાં આવ્યો છે.
નવા નાણાકીય વર્ષની શરૂઆત સાથે ઘણા નિયમો બદલાયા છે. નિયમોમાં ફેરફારની અસર આજથી શરુ થશે. આજથી નવી આવકવેરા વ્યવસ્થાના નવા સ્લેબ અમલમાં આવી ગયા છે. દેશમાં સોનાના વેચાણને લઈને આજથી નવા નિયમો લાગુ થઈ રહ્યા છે. આ ઉપરાંત આજથી બીજા ઘણા ફેરફારો થયા છે.
હવે 7 લાખ સુધીની કમાણી પર ટેક્સની છૂટ
જો તમે આગામી નાણાકીય વર્ષથી આવકવેરા રિટર્ન ફાઇલ કરવા માટે જૂની અથવા નવી કર વ્યવસ્થા પસંદ કરશો નહીં, તો નવી કર વ્યવસ્થમાં ડિફોલ્ટ જ સામેલ કરવામાં આવશે. નવી કર વ્યવસ્થામાં મુક્તિ મર્યાદા 5 લાખ રૂપિયાથી વધારીને 7 લાખ રૂપિયા કરવામાં આવી છે. જૂની ટેક્સ સિસ્ટમમાં 2.5 લાખ રૂપિયા સુધીની આવક કરમુક્ત છે. જૂની ટેક્સ સિસ્ટમની જેમ નવી ટેક્સ સિસ્ટમમાં પણ તમને અનેક પ્રકારની છૂટનો લાભ નહીં મળે. નવી ટેક્સ વ્યવસ્થા હેઠળ ટેક્સ સ્લેબ 0થી 3 લાખ પર શૂન્ય, 3-6 લાખ પર 5 ટકા, 6છી 9 લાખ રૂપિયા પર 10 ટકા, 9થી 12 લાખ પર 15 ટકા અને 15 લાખથી ઉપરા પર 30 ટકા છે