આજથી રમઝાન માસનો પ્રારંભ થયો છે. આ અવસર પર વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ (PM Modi) રમઝાન મહિનાની શરૂઆતની શુભકામનાઓ પાઠવી છે. તેમણે કહ્યું કે રમઝાનનો પવિત્ર મહિનો શરૂ થાય છે, તે આપણા સમાજમાં શાંતિ અને સદ્ભાવ લાવે. આ પવિત્ર મહિનો આત્મ-ચિંતન, કૃતજ્ઞતા અને ભક્તિનું પ્રતીક છે, જે આપણને કરુણા, દયા અને સેવાના મૂલ્યોની યાદ અપાવે છે.