ગુજરાત સરકારે અંતે ધો.૬થી૮ના વર્ગો પણ ઓફલાઈન શરૂ કરૂ કરવાનો નિર્ણય લીધો છે અને જે મુજબ બીજી સપ્ટેમ્બરથી રાજ્યની તમામ પ્રાથમિક સ્કૂલોમાં ધો.૬થી૮માં કલાસરૂમ શિક્ષણ શરૂ થશે. કોરોનાની બીજી લહેરને પગલે માર્ચમાં સ્કૂલો બંધ થયા બાદ છ મહિને ફરી પ્રાથમિક સ્કૂલો શરૂ થશે. આજે મળેલી સરકારની કેબિનેટની મીટિંગમાં પ્રાથમિક સ્કૂલો પણ શરૂ કરી દેવાનો નિર્ણય લેવામા આવ્યો હતો.
કોરોનાની પ્રથમ લહેર બાદ દિવાળી પછી જાન્યુઆરીમાં સૌપ્રથમ માધ્યમિક સ્કૂલો અને ત્યારબાદ ૧૮ ફેબુ્રઆરીથી રાજ્યમાં ધો.૬થી૮ની સ્કૂલો શરૂ થઈ હતી.પરંતુ સ્કૂલો હજુ એક મહિનો ચાલી ત્યાં તો માર્ચમાં કોરોનાની બીજી લહેરને પગલે તમામ સ્કૂલો બંધ કરી દેવાઈ હતી.બીજી લહેર ઓસરી જતા અને રાજ્યમાં કોરોનાના કેસ નહિવત થતાં સરકારે ૧૫ જુલાઈથી ફરી સ્કૂલો શરૂ કરી છે.