દેશમાં કોરોનાથી સાજા થયા પછી અનેક લોકો માનસિક સમસ્યાનો સામનો કરી રહ્યા છે. સંક્રમણથી સાજા થઇ ગયા પછી નિદ્રા અને આરોગ્ય સંબંધી સમસ્યાઓ, નશા સેવન, ચીડિયા થઇ જવું એમ વગેરે માનસિક સમસ્યાનો સામનો કરવા લાગે છે. કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે આવા લોકો નિષ્ણાતોનો સંપર્ક કરી શકે તે હેતુસર હેલ્પલાઇન શરૂ કરી છે. તમારી આસપાસ પણ કોઇ આવી સમસ્યાથી પીડાઇ રહ્યું હોય તો આ હેલ્પલાઇન પર સંપર્ક સાધી શકાય. આ દરમિયાન મહારાષ્ટ્રમાં કોરોના દર્દીઓની સંખ્યા વધી રહી છે. રવિવારે સતત ત્રીજા દિવસે સક્રિય કેસમાં વધારો નોંધાયો હતો. વીતેલા ૨૪ કલાકમાં અહીં ૨૫૦૫ કેસ નોંધાયા હતા તો માત્ર ૧૬૭૦ લોકો જ રિકવર થયા હતા. રાજ્યમાં કુલ ૨૦ લાખ ૨૪ હજારથી વધુ કેસ નોંધાઇ ચૂક્યા છે. રાજ્યમાં ૫૧,૦૮૨ દર્દીના મૃત્યુ નોંધાઇ ચૂક્યા છે. સમગ્ર દેશમાં વીતેલા ૨૪ કલાકમાં સંક્રમણના વધુ ૧૧,૫૧૯ કેસ નોંધાયા હતા. ૧૧,૮૬૩ લોકો રિકવર થયા હતા. તો ૧૧૬ લોકોના મૃત્યુ નોંધાયા હતા. સંક્રમિતોનો કુલ આંકડો ૧,૦૭, ૫૮,૦૦૦ને પાર પહોંચ્યો હતો.