નવા કૃષિ કાયદાને લઇને ચાલી રહેલા ખેડૂત આંદોલનને વધુ ઉગ્ર અને મોટુ બનાવવાની તૈયારી ચાલી રહી છે. ભારતીય કિસાન યૂનિયનના નેતા રાકેશ ટિકૈતે શનિવારે કહ્યું હતું કે તમારે બેંગાલુરૂમા પણ દિલ્હીની જેમ ધરણા કરવાની જરૂર છે અને ચારેય તરફથી બેંગાલુરૂને ઘેરી લેવું જોઇએ.
કર્ણાટકમાં શિવગંગામાં એક રેલીને સંબોધતા કિસાન નેતા ટિકૈતે કહ્યું હતું કે દિલ્હીમાં લાખો લોકો ઘેરાવ કરી રહ્યા છે. બેંગાલુરૂમાં પણ આવુ જ થવું જોઇએ. તેમણે કહ્યું કે ખેડૂતોનું આ આંદોલન લાંબા સમય સુધી ચાલશે, જ્યાં સુધી આ ત્રણ કાળા કાયદાઓના પરત લેવામાં નહીં આવે અને ટેકાના ભાવ મુદ્દે કાયદો ન બને ત્યાં સુધી આપણે દરેક શહેરમાં દિલ્હીમાં ચાલી રહ્યું છે તેવું આંદોલન કરવાની જરૂર છે.