ગુજરાતમાં (Gujarat) 7મી જૂનથી એટલે સોમવારથી તમામ પ્રાથમિક અને માધ્યમિક તેમજ ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં નવા શૈક્ષણિક સત્રનો પ્રારંભ થશે. નવા શૈક્ષણિક સત્રમાં વિદ્યાર્થીનો અભ્યાસ નવી ગાઇડલાઇન ન આવે ત્યાં સુધી ઓનલાઇનજ રહેશે. આ ઉપરાંત શાળામાં શૈક્ષણિક તેમજ બિન શૈક્ષણિક સ્ટાફની હાજરી 100 ટકા ફરજીયાત રહેશે. કોરોના વાયરસ મહામારીને કારણે ધોરણ 10નાં વિદ્યાર્થીઓને માસ પ્રમોશન આપવામાં આવ્યું છે પરંતુ ધોરણ 11ની પ્રવેશ પ્રક્રિયામાં વિલંબ થઇ શકે છે. કારણ કે આ અંગેની પ્રવેશ પ્રક્રિયાની હજી સુધી કોઇ ગાઇડલાઇન આપવામાં આવી નથી.