ભારતીય રેલવે આજથી 200 પેસેન્જર ટ્રેનોનું બુકિંગ શરૂ કરવા જઈ રહ્યું છે. આ ટ્રેન 1 જૂનથી 2020થી પાટા પર દોડતી જોવા મળશે. તેનાથી અલગ અલગ રાજ્યોમાં ફસાયેલા લોકોને તેમના ગંતવ્ય સ્થાન સુધી જવામાં મદદ મળશે અને મુસાફરોને ફાયદો થશે. આ ટ્રેનોનું બુકિંગ 21 મે એટલે કે આજથી શરૂ થશે. આ ટ્રેન વર્તમાનમાં ચાલી રહેલી શ્રમિક સ્પેશિયલ ટ્રેનોથી અલગ હશે.
આ ટ્રેનોમાં તત્કાલ કે પ્રીમિયમ તત્કાલ ટિકિટની સુવિધા નહીં હોય. સાથે જ યાત્રીની પાસે કન્ફર્મ ટિકિટ હશે તો જ મુસાફરી કરવાની પરવાનગી મળશે. ટિકિટનું બુકિંગ રેલવેની અધિકૃત વેબસાઈટ પર જ કરી શકાશે. 1 જૂનથી ચાલનારી આ ટ્રેનોમાં તમામ પ્રકારના કોચ હશે. જેમાં એસી 1, એસી 2, એસી 3 અને સ્લિપર કોચની સાથે જનરલ કોચ પણ હશે.આ 200 ટ્રેન માટે રેલવેએ સામાન્ય ભાડું જ રાખ્યું છે.