મુંબઈથી અમદાવાદ વચ્ચે પ્રસ્તાવિત દોડનારી બુલેટ ટ્રેનમાં ઉભા ઉભા પણ મુસાફરી કરી શકાશે. રેલવે વિભાગના સૂત્રો પાસેથી મળતી માહિતી અનુસાર મુંબઈ અમદાવાદ વચ્ચે દોડનારી હાઈસ્પીડ બુલેટ ટ્રેનમાં પ્રવાસીઓના ધસારાને ધ્યાનમાં રાખીને જેતે સમયની જરૂરિયાત અનુસાર આ ટ્રેનમાં ઉભા રહીને પણ મુસાફરી કરવાની પરવાનગી આપવામાં આવશે. કન્ફર્મ ટિકિટ નહીં હોય તો પણ છેલ્લી ઘડીએ કાઉન્ટર ટિકિટથી બુલેટ ટ્રેનમાં મુંબઈ-અમદાવાદ પહોંચી શકાશે.