Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

રાજ્યભરના એસ.ટી. કર્મચારીઓ હડતાલ પર ઉતરતા વાહન વ્યવહાર ખોરવાઈ ગયો છે. લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. રાજ્યના એસ.ટી. કર્મચારીઓના ત્રણ મોટા મંડળો દ્વારા રાજ્ય સરકાર સમક્ષ વિવિધ માંગણીઓની વારંવાર રજુઆત કરવા છતાં સરકાર દ્વારા તેમની માંગણી નહી સ્વીકારાતા રાજ્યના એસ.ટી. નિગમના 45૦૦૦ હજાર જેટલા કર્મચારીઓ હડતાલ ઉપર ઉતર્યા છે.

આ હડતાળ અંગે રાજ્યની સ્થિતિનો ચિતાર મેળવીને CM વિજય રૂપાણીએ કહ્યું છે કે, ST કર્મચારીઓની સાતમા પગાર પંચ અંગેના લાભ આપવા માટેની માંગણી છે, સરકારનો નિયમ છે કે જો નિગમ નફો કરતાં હોય તો ચોક્કસ સાતમું પગાર પંચ આપે. સાથે બેસીને યોગ્ય સમયે આ સમસ્યાનું નિરાકરણ લાવી શકાય. સરકાર આ હડતાલ અંગે ચોક્કસ વિચારણા કરશે. 

નિગમના અધિકારીઓ પાસેથી પ્રાપ્ત થયેલી માહિતી મુજબ, કર્મચારી યુનિયનોને સમજાવવાના પ્રયાસો ચાલુ છે. હાલમાં વિધાનસભાનું સત્ર ચાલી રહ્યું હોવાથી તા.26 ફેબુ્રઆરી સુધી કર્મચારીઓને ધીરજ રાખવાનું કહેવામાં આવ્યું છે.

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ