અમદાવાદના સરદાર પટેલ રીંગ રોડ પર એસ.ટી.નિગમ દ્વારા સરક્યુલર રૂટ બસ સેવા તા.5 માર્ચ મંગળવારથી શરૂ કરવામાં આવી છે. ઝુંડાલ સર્કલ, અસલાલી સર્કલ, શાંતિપુરા સર્કલ અને સનાથલ સર્કલથી આ સરક્યુલર બસો દોડાવવામાં આવશે. અત્યારે કુલ 8 બસો મૂકાઇ છે. દર અડધા કલાકે મુસાફરોને બસ મળી રહે તેવી વ્યવસ્થા ગોઠવાઇ છે.
અમદાવાદ શહેરનો વ્યાપ વધતા શહેરીજનો તેમજ આજુબાજુના ગામના લોકોની સવલત માટે શહેરની ફરતે આવેલા એસ.પી રીંગ રોડ પર એસ.ટી.બસો સરક્યુલર રૂટ તરીકે દોડાવવાની વર્ષોથી માંગણી હતી. આ માંગણીને નિગમ દ્વારા માન્ય રાખીને હાલમાં લીલી ઝંડી આપી બસ સેવા શરૂ કરાઈ છે.
ઝૂંડાલ સર્કલથી ઝુંડાલ સર્કલ સુધીની એસ.ટી.બસને વૈષ્ણોદેવી સર્કલ, સાયન્સસિટી સર્કલ, શાંતિપુરા સર્કલ, સનાથલ સર્કલ, અસલાલી, નિકોલ, હંસપુરા અને તપોવન સર્કલ પર સ્ટોપેજ આપવામાં આવ્યા છે. આ બસ સવારે 8:30 કલાકે ઉપડશે. અને સાંજે છેલ્લી બસ 4:25 કલાકે ઉપડશે.
બીજી બસ અસલાલી સર્કલથી રોજ સવારે 7:10 કલાકે ઉપડશે, ત્રીજી બસ શાંતિપુરા સર્કલથી સવારે 7:20 કલાકે તેમજ ચોથી બસ સનાથલ સર્કલથી સવારે 8:50 કલાકે ઉપડશે. રીંગ રોડની ફરતે બંને બાજુએ ચાર-ચાર બસો સામસામે દોડશે.