મધ્યમ વર્ગને મોંઘવારીનો વધુ એક કડવો ડોઝ પીવાનો વારો આવ્યો છે. ગુજરાત સ્ટેટ ટ્રાન્સપોર્ટ (એસ.ટી.) દ્વારા બસના ભાડામાં ૨૫ ટકાનો વધારો કરી દેવામાં આવ્યો છે. લોકલ એસ.ટી. બસમાં પ્રતિ કિલોમીટરનું જૂનું ભાડું પ્રતિ કિલોમીટકે ૦.૬૪ પૈસા હતું અને તે હવે વધીને ૦.૮૦ પૈસા થઇ ગયું છે. એસ.ટી. દ્વારા ૧ ઓગસ્ટથી આ ભાવ વધારો કરવામાં આવતાં ૧૦ લાખથી વધુ લોકોને અસર પડશે.