રાજ્યમાં ફરી એકવાર કોરોના સંકટ વધી રહ્યું છે, જેને લઇને રાજ્ય સરકારે ફરી રાત્રિ કર્ફ્યૂનો સમય વધાર્યો છે. આવતીકાલથી એટલે કે, 17 માર્ચ 2017 થી રાજ્યના ચાર મહાનગરોમાં રાત્રિ કર્ફ્યૂનો સમય વધારી રાત્રિના 10 થી સવારના 6 વાગ્યા સુધી કરવામાં આવ્યો છે. જો કે, રાત્રિ કર્ફ્યૂનો સમય વધારતા એસટી નિગમ (GSRTC) દ્વારા મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. રાત્રિ કર્ફ્યૂ દરમિયાન ચારેય કર્ફ્યૂગ્રસ્ત શહેરોમાં રાતના 10 વાગ્યા બાદ એસટીની એકપણ બસને (ST Bus) શહેરની અંદર પ્રવેશ મળશે નહીં. આ ઉપરાંત રાતના 9 વાગ્યા બાદ એકેય બસ શહેરની અંદરથી ઉપડશે નહીં.