-
પોલીસમાં એલઆરડી-લોકરક્ષક દળની ભરતી માટે ગઇકાલે રવિવારે અંદાજે 9 લાખ ઉમેદવારો સરકારના વાંકે પેપર ફૂટતા વગર કારણે માનસિક અને શારીરિક રીતે હેરાન થયા અને દૂર દૂરથી આવેલા ઉમેદવારોએ ઘરે પહોંચવા માટે એસટી બસ મથકે ધસારો કર્યો ત્યારેએસટી તંત્ર દ્વારા જે બસ મૂકવામાં વી તેને એકસ્ટ્રા ગણીને નિરાશ ઉમેદવારો પાસેથી નિયત કરતાં વધુ ભાડુ વસૂલ કરીને રોકડી કરતાં જરા પણ શરમ ના આવી, એમ કહીને સૂત્રોએ કહ્યું કે આ તો કોઇની મજબુરીનો ગેરલાભ લેવા સમાન છે. ખરેખર તો તેમને વિનામૂલ્યે ઘરે પહોંચાડવાની વ્યવસ્થા કરવી જોઇતી હતી. જેમ કે ગોધરા સંજેલી રૂટની લોકલ બસમાં ઉમેદવારો પાસેથી રૂ. 39ને બદલે 71 રૂપિયા વસૂલ કરાયા. શું ઉઘાડી લૂંટ નથી એવો પ્રશ્ન પણ કરાયો હતો.