કચ્છ યુનિવર્સિટી ખાતે રાજ્યના શિક્ષણમંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમાએ કુલપતિ તથા રજીસ્ટ્રાર માટે નિર્માણ પામેલા આવાસોનું ઉદ્ઘાટન કર્યું હતું. મીડિયા સાથે વાતચીત કરતાં તેમણે કહ્યું હતું કે,સ્માર્ટ ઈન્ડિયા હેકાથોન અભિયાન ગુજરાત સુધી પહોંચ્યું છે. આપણા વિદ્યાર્થીઓ ભણવાની સાથે ઉદ્યોગ સાહસિક બને તે માટે, રાજ્ય સરકારે SSIP એટલે કે સ્ટુડન્ટ સ્ટાર્ટ અપ ઇનોવેશન પોલીસી શરૂ કરી છે. વધુમાં તેમણે ઉમેર્યું હતું કે, SSIPનો અમલ કરનાર ગુજરાત, પ્રથમ રાજ્ય બન્યું છે. તેમણે સ્થાનિક પ્રશ્નો જેવા કે, પ્રાથમિક - માધ્યમિક શિક્ષકો, કોલેજ, યુનિવર્સિટી , પોલીટેકનીક, એન્જિનિયરીંગ ક્ષેત્રે પ્રોફેસરોની ખાલી જગ્યા અને RTI હેઠળ ખાનગી શાળામાં ગરીબ બાળકોના પ્રવેશ પ્રશ્ને કહ્યું હતું કે, આ મેટર સુપ્રિમ કોર્ટમાં છે, અને નામદાર અદાલતના આદેશ અનુસાર અમલ કરીશું.