શ્રીલંકાના બેટ્સમેન દનુષ્કા ગુણાતિલકાની રેપ મામલે સિડનીમાં ધરપકડ કરવામાં આવી હતી. ત્યારબાદ હવે તેને ક્રિકેટના તમામ ફોર્મેટમાંથી સસ્પેન્ડ કરવામાં આવ્યો છે. સિડનીમાં તેના ઉપર રેપનો કેસ દાખલ કરવામાં આવ્યો હતો. શ્રીલંકાની ટીમ ગુણાતિલકા વગર જ ઓસ્ટ્રેલિયાથી પરત ફરી ચૂકી હતી.એક સત્તાવાર નિવેદનમાં SLCએ જણાવ્યું કે, રેપના આરોપ બાદ શ્રીલંકા ક્રિકેટની કાર્યકારી સમિતિએ રાષ્ટ્રીય ખેલાડી દાનુષ્કા ગુણાથિલકાને તમામ પ્રકારના ક્રિકેટમાંથી તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરવાનો નિર્ણય લીધો છે.